ટંકારા શહેરમાં પનારા ચેમ્બર્સમાં આવેલી એક એજન્સીને નિશાન બનાવી તસ્કરો ખાતર પાડી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. સ્વિફ્ટ કારમાં આવેલા અજાણ્યા ચોર ઇસમો દુકાનના શટરના તાળા તોડી અંદરથી હજારો રૂપિયાની કિંમતનો તમાકુનો જથ્થો ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારાની દયાનંદ નગર સોસાયટી શેરી નંબર-૧ માં રહેતા વેપારી હિતેષભાઈ રમેશભાઈ ભટાસણા (ઉ.વ. ૪૦)એ આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ઇસમોએ ફરીયાદી શ્રીની “શ્રી રામ સેલ્સ એજન્સી” નામની દુકાનના શટરના તાળા તોડી દુકાનમા ગેરકાયદેશર પ્રવેશી કરી દુકાનમાથી બાગબાન તમાકુના કાર્ટુન જેમા ૧૬ નંગ ડબલા કિ.રૂ-૫૩,૯૨૦/- ની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.