મોરબી; સ્થાનિક વેપારી અને તેના પરિચિતના ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરી, તેમની જાણ બહાર લાખો રૂપિયાની લોન મેળવી છેતરપિંડી આચરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબી શહેરના મેઈન બજારમાં વાસણની દુકાન ધરાવતા વેપારીના મોબાઈલમાંથી આધારકાર્ડ, પાનકાર્ડ અને એટીએમ કાર્ડના નંબર મેળવી રાજકોટના એક શખ્સે લોન કરાવી છેતરપિંડી આચરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ ગ્રીન ચોક કંસાર શેરીમાં રહેતા અને વેપાર કરતાં સંજયભાઈ સગુણભાઈ કાગડા (ઉ.વ.૪૨) એ આરોપી સોલંકી મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ રહે. લકી પાર્ક શેરી નં -૧ સોમનાથ સોસાયટી -૨ રૈયા ટેલિફોન એક્ષચેજ પાસે રાજકોટવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીનો મોબાઇલ લઇ આધારકાર્ડ ,પાનકાર્ડ તથા એ.ટી.એમ કાર્ડના નંબર મેળવી ફરીયાદીની જાણ બહાર રૂપિયા ૬૨૦૦૦/- તથા ૧૧૦૦૦/- લોન કરાવી તેમાંથી આરોપીએ રૂપિયા ૧૧૦૦૦/- લોન ભરી તેમજ સાથી આશનદાસ જીયોભાઇ રબારીના નામે રૂપિયા ૪૦,૦૦૦/- તથા ૨૬૫૦૦/- ની લોન કરાવી ફરીયાદી તથા સાથી આશનદાસની લોન આજદીન સુધી નહી ભરી ફરીયાદી તથા સાથી સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.