ટંકારા-અમરાપર રોડ પર એચ.પી. પોલ્ટ્રી ફાર્મ પાસે પુરપાટ ઝડપે અને બેફિકરાઈથી દોડતી રીક્ષાના ચાલકે એક મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા બાઇક ચાલક આધેડનું ગંભીર ઇજાઓ થવાના કારણે બાઈક સવારનું મોત નિપજ્યું હતું આ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નવા અમરાપર ગામે રહેતા કમળાબેન અરવિંદભાઈ મકવાણા (ઉ.વ.૪૪) એ આરોપી રીક્ષા રજીસ્ટર નંબર – GJ-03-BU-8635 ના ચાલક યાકુબભાઈ અલીભાઈ બાદી રહે. અમરાપર તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ટંકારા અમરાપર રોડ પર ફરીયાદીના પતિ અરવિંદભાઈ મોટરસાયકલ રજીસ્ટર નંબર- GJ-03-DB-8950 વાળુ લઈને ટંકારા થી અમરાપર ખાતે જતા હોય ત્યારે આરોપી યાકુબે પોતાના કબ્જા ભોગવટવાળી રીક્ષા GJ-03-BU-8635 વાળી પુરપાટ ઝડપે બેફિકરાઈથી ચલાવી ફરીયાદીના પતિના મોટરસાયકલ સાથે ભટકાળી શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જે બાદ રીક્ષા ચાલક સ્થળ પરથી નાસી છૂટતા આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.