Homeગુજરાતમોરબીમોરબીમાં IPL મેચ પર જુગાર રમતો શખ્સ ઝડપાયો: કાર અને રોકડ સહિત...

મોરબીમાં IPL મેચ પર જુગાર રમતો શખ્સ ઝડપાયો: કાર અને રોકડ સહિત રૂ.3.28 લાખનો મુદ્દામાલ જપ્ત

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના પંચાસર રોડ પર આવેલ ગીતામીલ સામે વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી ત્યાં આરોપી વિશાલ હસમુખભાઇ ગાંભવા (ઉ.વ.૩૨) રહે. રાજનગર-૩, પંચાસર રોડ, મોરબીવાળો આઈપીએલ ક્રિકેટ મેચ પર ફોન દ્વારા રનફેર અને હાર-જીતના આંકડા લખી જુગાર રમી અને રમાડી રહ્યો હોય જેથી આરોપીને રોકડ રૂપિયા ૬૦૦ તથા બે મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫૦,૦૦૦ તથા એક ટાટા નેકસા કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-આર-૫૨૪૨ કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ મળિ કુલ કિંમત રૂપિયા ૩,૨૮,૧૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય ચાર ઇસમો રાહુલભાઇ ઉર્ફે મુનાભાઇ વીડજા રહે.મોરબી-૨ ઉમાટાઉન શીપ, શીવભાઇ મુળ રહે. સાવરકુંડલા અમરેલી હાલ રહે.જેતપુર જી.રાજકોટ, જયભાઇ ઉર્ફે જયભોલેનાથ મુળરહે.રાજલા જી.અમરેલી રહે.જેતપુર જી.રાજકોટ, કાળભૈરવ ઉર્ફે ભાણો રહે.જેતપુર જી.રાજકોટ વાળા વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular