Homeગુજરાતમોરબીભારે કરી : મોરબીના પીપળી ગામે વાડામાંથી રૂ. 1.10 લાખની ભેંસ અને...

ભારે કરી : મોરબીના પીપળી ગામે વાડામાંથી રૂ. 1.10 લાખની ભેંસ અને બે પાડીની ચોરી

મોરબીના પીપળી જુના ગામમાં રહેતા પશુપાલકના વાડામાંથી અજાણ્યા ચોર ઇસમો એક કાળા કલરની ભેંસ તથા બે ખડેલા પાડીની ચોરી કરી રફુચક્કર થઈ ગયા છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ પીપળી જુના ગામમાં રહેતા અને પશુપાલનનો ધંધો કરતા વર્ષીય મહેશભાઈ નાજાભાઈ મુંધવા (ઉ.વ.૩૯) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીની માલિકિની એક ભેંસ તથા બે ખડેલા પાડી ભેંસ કાળા કલરની કિંમત રૂપિયા ૧,૧૦,૦૦૦ ની જંગમ મિલકત પરવાનગી વગર કે સહમતી વગર ઢોર બાંધવના વાડામાંથી ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular