Homeગુજરાતમોરબીમોરબીના કૈલાશ એપાર્ટમેન્ટ દ્રારા ૩૦૦ કિલો ધોરવાની 1000 લીટર ઠંડી મસાલાવાળી છાસનો...

મોરબીના કૈલાશ એપાર્ટમેન્ટ દ્રારા ૩૦૦ કિલો ધોરવાની 1000 લીટર ઠંડી મસાલાવાળી છાસનો નિસ્વાર્થ સેવાનો 5 હજાર લોકોએ લાભ લીધો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલા કૈલાશ એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્રારા ગાંધી ચોક ખાતે ઠંડી મસાલા છાશનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ.જેમાં બપોરે ૧૧:૩૦ થી ૩ વાગ્યા સુધી કૈલાશ એપાર્ટમેન્ટના ભાઈઓ અને બહેનો દ્વારા આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતુ.

મોરબીની જાહેર જનતાના લગભગ ૫૦૦૦ લોકોએ આ સેવા કાર્યનો લાભ લીધો હતો.આ સેવા કાર્યમાં ૩૦૦ કિલો જેટલું ધોરવું લઇ તેમાંથી લગભગ ૧૦૦૦ લીટર જેટલી ઠંડી અને મસાલાવાળી છાસ બનાવી રસ્તા ઉપર આવતા જતા લોકોને હાલની અતિશય કાળઝાળ ગરમીમાં ઠંડક આપવાનું નિસ્વાર્થ સેવા કાર્ય કરવામાં આવ્યું હતુ.આ તકે કૈલાશ એપાર્ટમેન્ટના પ્રમુખ હેમલભાઈ નિર્મલ દ્વારા સર્વે ફ્લેટ ધારકોનો આ ઉમદા કાર્યમાં સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular