Homeગુજરાતમોરબીમોરબીમાં પોલીસનું મેગા સરપ્રાઈઝ ચેકિંગ: ટ્રાફિકના નિયમો તોડનારા અને અસામાજિક તત્વો સામે...

મોરબીમાં પોલીસનું મેગા સરપ્રાઈઝ ચેકિંગ: ટ્રાફિકના નિયમો તોડનારા અને અસામાજિક તત્વો સામે લાલ આંખ!

મોરબી: ગુજરાત પોલીસ અને ખાસ કરીને મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી મોરબી શહેર વિસ્તારમાં એક ઓચિંતું ‘ડે-કોમ્બિંગ ઓપરેશન’ હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ અંતર્ગત પોલીસ અધિકારીઓ અને મહિલા કર્મચારીઓ સહિત કુલ ૧૦ જેટલી અલગ-અલગ ટીમો બનાવી મોરબીના જુદા-જુદા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આ ઓપરેશન દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો, ફેન્સી નંબર પ્લેટ, બ્લેક ફિલ્મ અને હેલ્મેટ-સીટ બેલ્ટ વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, દારૂ પીને વાહન ચલાવતા ડ્રાઇવરો અને રોંગ સાઇડમાં વાહન ચલાવી અડચણ ઊભી કરતા લોકો સામે કેસો નોંધવામાં આવ્યા હતા.

આ કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન મોરબી શહેરમાં પોલીસ દ્વારા નીચે જણાવ્યા મુજબના કેસો કરવામાં આવેલ છે.

1. ચેક કરેલ સક્રિય પ્રોહી. બુલેગરની સંખ્યા:- ૨૫

2. ચેક કરેલ જાણીતા જુગારીયાની સંખ્યા:- ૦૮

3. ચેક કરેલ ટપોરી સંખ્યા:- ૩૦

4. પ્રોહીબીશનના સફળ કેસોની સંખ્યા:- ૦૪

5. એમ.સી.આર.ચેક કરેલ સંખ્યા:- ૩૩

6. હિસ્ટ્રીસીટર ચેક કરેલ સંખ્યા:- ૦૮

7. (એમ.વી.એક્ટ-૨૦૭) વાહનો ડીટેઇનના કેસો :- ૧૧

8. પ્રોહિ પીવાના કેશોની સંખ્યા:- ૦૨

9. જાહેરનામા ભંગના કેશોની સંખ્યા:-૦૧

10. દારૂ પી વાહન ચલાવી નિકળેલ ચાલકો (MVA-185) કેસો:-૦૨

11. ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી વસુલવામાં આવેલ દંડ તથા કરેલ કેશની સંખ્યા :- એન.સી.-૭૨ હાજર દંડ રૂપિયા ૩૦,૫૦૦/-

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular