મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાંથી દેશીદારૂ લીટર-૧૨૦ કિ.રૂ.૨૪૦૦૦/ તથા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નં.૦૮ કિં.રૂ.૮,૮૮૦/- ના એમ અલગ અલગ પ્રોહિબીશનના કુલ બે કેશો મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલ.સી.બી સ્ટાફને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના રંગપર ગામ પાસે રેબન કારખાનાની સામે હરિપ્રકાશ કોમ્પ્લેક્ષમાં આવેલ આરોપીના કબજા ભોગવટાની દુકાન નં-પમાંથી દેશીદારૂ લિટર-૧૨૦ કિ.રૂ.૨૪,૦૦૦/- નો મુદામાલ મળી આવેલ છે તેમજ મોરબી વાંકાનેર ને.હા.રોડ, સીરામીક સીટી એલ.-૦૧ના આરોપીના કબજામાંથી ઇંગ્લીશદારૂની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક બોટલો નંગ-૮ કિં.રૂ. ૮,૮૮૦/- ના મુદામાલ સાથે મળી આવેલ.
આરોપી અનવરભાઇ હાજીભાઇ માલાણી રહે. મોરબી-૨ માળીયા ફાટક પાસે કાંન્તીનગર તા.જી.મોરબી તથા હિરેન સેતલકુમાર યાદવ રહે. મોરબી વાંકાનેર ને.હા. રોડ, સીરામીક સીટી એલ.૦૧ મોરબીવાળા વિરૂદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.