Homeગુજરાતમોરબીઘૂંટુ ગામમાં કૌટુંબિક કલેશ: વાસણ માંજવા બાબતે પુત્રવધૂએ 67 વર્ષીય સાસુનો હાથ...

ઘૂંટુ ગામમાં કૌટુંબિક કલેશ: વાસણ માંજવા બાબતે પુત્રવધૂએ 67 વર્ષીય સાસુનો હાથ ભાંગી નાખ્યો

મોરબીના ઘૂંટુ ગામની પંચવટી સોસાયટીમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં માત્ર વાસણ માંજવા જેવી સામાન્ય બાબતે પુત્રવધૂએ તેની વૃદ્ધ સાસુ પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂંટુ ગામે પંચવટી સોસાયટીમાં રહેતા ગોરીબેન અમૃતલાલ સોરીયા (ઉ.વ.૬૭) એ આરોપી ભાવનાબેન પ્રશાંતભાઈ સોરીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કે ફરિયાદિને આજથી પાંચેક વર્ષ પહેલા કમરના ભાગે ગોળાનું ઓપરેશન કરેલ હોય જેથી દુખાવો રહેતો હોય અને આરોપી ફરિયાદિના દિકરાની વહુએ ફરિયાદિને વાસણ માંજવાનું કહેતા ફરિયાદિને દુઃખાવો વધુ થતો હોય જેથી ફરિયાદિએ વાસણ માંજવાની ના પાડતા આરોપીને સારું નહીં લાગતા ફરિ સાથે બોલાચાલી કરી ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદિના હાથમાં ફેકચર કરવાના ઈરાદે હાથ પકડી મરડી ડાબા હાથમાં ખંભાના ભાગે ફેકચરની ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular