Homeગુજરાતમોરબીમોરબીના ટીંબડી પાટિયા પાસે ફાયરીંગ કરી ખૂનની કોશિશના આરોપીઓને પોલીસે દબોચી લીધા

મોરબીના ટીંબડી પાટિયા પાસે ફાયરીંગ કરી ખૂનની કોશિશના આરોપીઓને પોલીસે દબોચી લીધા

ગઇ તા.૧૧ મેં ના રાત્રીના સમયે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટીબડી પાટીયા પાસે આવેલ ઓસીસ કારખાના સામે બાલાજી હોટલ પાસે જાહેરમાં રોડ ઉપર સામ સામા ફાયરીંગ થયેલનો બનાવ બનેલ જેમાં ત્રણ લોકોને ઇજા થયેલ હોય તેઓને ક્રિષના હોસ્પીટલમાં સારવારમાં દાખલ કરેલ હોય જે બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ તાત્કાલીક ક્રિષ્ના હોસ્પીટલ તથા ઘટના સ્થળે પોહચેલ અને આ બનાવમાં ઇજાપામનાર શાહરૂખભાઇ ફિરોજભાઇ પઠાણ રહે-વિશીપરા મોરબી વાળાની ફરીયાદ લેતા આરોપી સાજીદ જેડા સાથે પંદર-વીસ દિવસ અગાઉ માથાકુટ થયેલ તે બનાવનુ મનદુખ રાખી તમામ આરોપીઓ ભેગા મળી ફરીયાદી તથા સાથીઓને મારી નાખવાના ઇરાદે સ્કોરપીયો તથા સ્વિફ્ટ કાર તથા કીયા કારમા આવીને ફરીયાદી તથા સાથી ઉપર આરોપી સાજીદ જેડાએ એક રાઉન્ડ તથા નુરમામદ જેડાએ બે રાઉન્ડ વારફરતી બંદુક જેવા હથિયાર વડે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી ફરીયાદીને ગળાના ડાબા ભાગે તથા પેટના ડાબા ભાગે તથા સાથી અલીભાઈને માથાના ભાગે તથા સાથી સલીમભાઇને શરીરના તમામ ભાગોમાં નાની મોટી ગંભીર પ્રકારની ઇજાઓ પહોચાડી મારી નાખવાની કોશીશ કરી અને ભુડી ગાળો આપી ડી.એમ.ના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલની ફરીયાદ આપતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા બી.એન.એસ કલમ-૧૦૯(૧), ૩૫૨, ૧૮૯(૨),૧૯૦, ૧૯૧(૨), ૧૯૧(૩), ૩(૫). ૬૧(૨). તથા આમ્સ એકટ કલમ ૨૫(૧)બીએ, ૨૭તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ પો.ઇન્સ જે.ડી. સરવૈયા I/C મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ સંભાળેલ.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સુચના આપેલ હોય જે દરમ્યાન સર્વેલન્સ પોલિસ સબ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ ટીમના સ્ટાફએ ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ નુરમામદ સાઉદીનભાઈ જેડા (ઉ.વ-૨૪)રહે- સેવન સરકાર વાળી શેરી મદીના સોસાયટી વીશીપરા મોરબી, આસીફ ઇકબાલભાઇ સંધી ઉવ-રર રહે-સેવન સરકાર વાળી શેરી કુલીનગર-૧ વીશીપરા મોરબી તથા અસરફ ઉર્ફે બચલો સાઉદીન જેડા (ઉવ-૨૨) રહે-સરદારજીના બંગલા પાસે રણછોડનગર તા.જી.મોરબીવાળાને ગુન્હામાં વપરાયેલ સ્કોર્પિયો કાર સાથે માળીયાના ખીરઈ ગામેથી પકડી પાડી અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

અટક કરેલ આરોપી પૈકી નુરમામદ સાઉદીનભાઈ જેડાએ પણ ક્રોસ ફરીયાદ નોંધવતા ફરીયાદી તથા તેના ભાઈ સાજીદને આરોપી શાહરૂખ તથા આમદ કાસમ કટીયા સાથે પંદર-વીસ દિવસ અગાઉ માથાકુટ થયેલ તે બનાવનું મનદુખ રાખી તમામ આરોપીઓ ભેગા મળી ફરીયાદી તથા સાથીઓને મારી નાખવાના ઇરાદે આરોપી શાહરૂખે તેના હાથમાં રહેલ બંદુક જેવા હથીયાર વડે એક રાઉન્ડ ફાયરીગ કરતા ફરીયાદી સાથીઓ પોતાની સ્કોરપીયો ગાડીમાં બેસેલ હોવાથી ગોળી ગાડીમાં વાગેલ હોય તેમજ આરોપી વિરુ હિતેષ રાઠોડે તેની લાલ કલરની થાર કારથી ફરીયાદીની કાળા કલરની સ્કોરપીયો કારને મારી નાખવાના ઈરાદે પાછળ ટક્કર મારેલ અને આ કામના આરોપીઓએ ફરીયાદી તથા સાથીને મારી નાખવાની કોશીશ કરી અને ભુડી ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવી હોય જે ફરીયાદના આધારે પોલીસે તપાસ કરી આરોપી આમદભાઈ કાસમભાઈ કટીયા (ઉ.વ.૩૮) રહે.વીશીપરા મદીના સોસાયટી મોરબીવાળાને અટક કરેલ હોય.

તેમજ પોલીસે આ મામલે રાયોટીંગ, ખૂનની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હજુ પણ આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ શાહરૂખ ફિરોજભાઈ પઠાણ રહે-વિશીપરા મોરબી, વિરૂભાઇ હીતેષભાઇ રાઠોડ રહે-મોરબી, સલીમ ફિરોજભાઈ પઠાણ રહે-મોરબી, અલીભાઇ કાસમભાઈ કટીયા રહે મોરબી સાજીદ સાઉદીન જેડા રહે- યમુનાનગર મોરબી-૦૧, સમીર સાઉદીન જેડા રહે- ખીરઇ તા.માળીયા(મિ) જી.મોરબીવાળાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરીમાં મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયા તથા સર્વેલન્સ ટીમ જોડાઈ હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular