મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં મોરબી થી જેતપર રોડ ઉપર બ્લેકબેરી કારખાના સામેથી છળકપટથી મેળવેલ મોટરસાયકલ સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટાફ મોરબી થી જેતપર રોડ બ્લેકબેરી કારખાના સામે વાહન ચેકિંગની કામગીરીમાં હોય તે દરમ્યાન જેતપર બાજુથી એક ઇસમ સ્પ્લેન્ડર મોટરસાયકલ લઇને નિકળતા તેને રોકી મોટરસાયકલના કાગળો તપાસ અર્થે માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવી ફર્યું ફર્યું બોલતો હોય તે મોટરસાયકલ પોતાની પાસે હોવા અંગેના કોઇ આધાર પુરાવા માંગતા આરોપી પાસે ન હોય તેમજ પોતે આ મોટરસાયકલના માલીક બાબતે પુછતા કોઈ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી ઇસમે મોટરસાયકલ છળકપટ કે ચોરી મેળવેલાનુ જણાય આવતા આ મોટર સાયકલ ચેસીસ નંબર MBLHA10BVFHL23768 ને તેના એન્જી નંબર HA10EWFHL 52030 કિ.રૂ.15000 સાથે પકડી પાડી મળી આવેલ શંકાસ્પદ ચીજવસ્તુ બી.એન.એસ.એસ. કલમ-૧૦૬(૧) મુજબ કબ્જે કરી ઇસમ પવનભાઇ મનોહર બાબલ (ઉ.વ.૨૦) રહે. જલેલી ફોજદારાન તા લુણી જી જોધપુર રાજસ્થાનવાળાની બી.એન.એસ.એસ કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ એન. એમ. મકવાણા નાઓ ચલાવી રહેલ છે.