મોરબી તાલુકાના અદેપર ગામે મચ્છુ-૦૨ ડેમના કાંઠે આરોપીએ નાખેલ દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર રેઇડ કરી દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૨૬૦૦ કિ.રૂ.૬૫,૦૦૦ તથા દેશી દારૂ લીટર ૪૦૦ કિ.રૂ.૪૦,૦૦૦/- તથા અખાધ્ય ગોળના ડબ્બા નંગ-૭ કિ.રૂ.૭૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧,૩૭,૦૦૦/-નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે
મોરબીના એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, અલ્પેશ રણછોડભાઇ કગથરા રહે.અદેપર ગામ તા.જી.મોરબી વાળો તેના ગામ અદેપર ખાતે આવેલ મચ્છુ-૦૨ ડેમના કાંઠે આવેલ પોતાની વાડીના સેઢે દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવે છે તેવી બાતમીના આધારે બાતમીવાળી આધારે બાતમીવાળી જગ્યા ઇસમની વાડીના શેઢે પંચો સાથે રેઇડ કરતા દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ગાળી દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો તથા દેશી દારૂ તથા અખાધ્ય ગોળ ના ડબ્બા મળી આવેલ અને ઇસમ રેઇડ સમયે હાજર નહી મળી આવેલ જેથી આ બાબતે મોરબી તાલુક પોલિસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.