મોરબીના વાવડી રોડ પર નજીવી રકમના વિવાદમાં છરી વડે હુમલાની ઘટના સામે આવી છે. માત્ર ૨૦૦ રૂપિયાની માગણીને લઈ થયેલા ઝઘડામાં એક શખ્સે કાકા અને ભત્રીજા પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમા નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરામાં રહેતા અને ચાની હોટલ ચલાવતા યુસુફશા કરીમશા શાહમદારે આરોપી આફતાબ ઉર્ફે ભુરો જુસબભાઈ જુણેજા રહે. ખ્વાજા પેલેસ પાછળ લાતિ પ્લોટ શેરી નં-૧૪ પાસે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરિયાદી પાસે ૨૦૦ રૂપિયા માંગતા ફરિયાદીએ ના કહેતા આરોપી ઉશ્કેરાઈ જઈ ફરીયાદી સાથે ગળાગાળી કરી છરી વડે હુમલો કરતા ફરિયાદીને ડાખા ખંભામા તેમજ ડાબા હાથમાં કોણી પાસે સામાન્ય ઈજા કરતા કે ફરિયાદીનો ભત્રીજો સાથે જાવીદ ફરિયાદીને છોડાવવા વચ્ચે પડતા આરોપીએ જાવીદને ગળાના ભાગે, જમણા હાથના પંજામા તેમજ જમણી બાજુ વાહાના ભાગે છરી વડે ગંભીર ઈજા કરી ફરીયાદી તથા સાથી ભત્રીજા જાવીદને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.