Homeગુજરાતમોરબીમોરબીને 'ક્લીન સિટી' બનાવવા 'મોરબી ક્લીન અપ' ટીમ મેદાને: મહાનગરપાલિકાને કરી મહત્વની...

મોરબીને ‘ક્લીન સિટી’ બનાવવા ‘મોરબી ક્લીન અપ’ ટીમ મેદાને: મહાનગરપાલિકાને કરી મહત્વની રજૂઆત

મોરબી: શહેરની સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી માટે કાર્યરત “મોરબી ક્લીન અપ” ટીમ દ્વારા મોરબી મહાનગરપાલિકાના આયુક્તને પત્ર લખીને શહેરની સફાઈ વ્યવસ્થામાં રહેલી ખામીઓ સુધારવા અને તેને વધુ સુદ્રઢ બનાવવા રજૂઆત કરવામાં આવી છે.

રજુઆત જણાવ્યું હતું કે “મોરબી ક્લીન અપ” ટીમ તરફથી શહેરની સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ માટે સતત કાર્ય કરી રહ્યા છીએ. શહેરને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે નીચે મુજબના મુદ્દાઓ પર આપનું ધ્યાન દોરવા માંગીએ છીએ: જેમાં

1. શહેરમાં કાર્યરત ઘણી કચરા કલેક્શન વાનમાં ભીના અને સૂકા કચરાના અલગ સંગ્રહ માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ નથી. જેથી નાગરિકો દ્વારા અલગ પાડવામાં આવેલ કચરો ફરી મિશ્રિત થઈ જાય છે. તેથી તમામ કલેક્શન વાનમાં ભીના અને સૂકા કચરા માટે અલગ વિભાગ/વ્યવસ્થા કરવામાં આવે તેવી વિનંતી છે.

2. શહેરના જાહેર સ્થળો, બગીચાઓ, બજાર વિસ્તાર તથા મુખ્ય માર્ગો પર કચરાપેટીની સંખ્યા પૂરતી નથી. પરિણામે લોકો કચરો ખુલ્લામાં ફેંકે છે. તેથી શહેરમાં વધુ સંખ્યામાં કચરાપેટીઓ મૂકવામાં આવે તેવી વિનંતી છે.

3. અમારી “મોરબી ક્લીન અપ” ટીમ સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત નાગરિકોને ભીના અને સૂકા કચરાના અલગ નિકાલ માટે પ્રેરિત કરી રહી છે તેમજ અલગ અલગ ડસ્ટબિન રાખવા અંગે અભિયાન ચલાવી રહી છે. આ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે મહાનગર પાલિકા તરફથી સહકાર અને સહિયારા પ્રયત્નો કરવામાં આવે તેવી અમારી રજૂઆત છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular