Homeગુજરાતમોરબીમોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા એ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દુર...

મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા એ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દુર કર્યા

મોરબી મહાનગરપાલિકાની અખબારી યાદી જણાવે છે કે મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા સ્ટોલની મંજૂરી આપેલ તથા રામચોકથી ભકતી નગર સર્કલ સુધી નાગરિકોને અવરજવર માટે સુવિધા મળે અને જાહેર માર્ગો પર દબાણ ન થાય તે હેતુસર શહેરના રોડ પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જાહેર માર્ગો પર ફેરીયાઓ દ્વારા કરાયેલ દબાણને કારણે માર્ગવ્યવહાર તથા નાગરિક અવરજવર પ્રભાવિત થતી હોવાથી તંત્ર દ્વારા સ્થળ પર કાર્યવાહી કરીને વિસ્તારને દબાણમુક્ત બનાવવામાં આવ્યો છે. તે અનુસંધાનમાં નેહરુ ગેટ થી જૂના બસ સ્ટેન્ડ સુધીના વિસ્તારોના માર્ગ પર દબાણરૂપ તથા ટ્રાફિકને નડતરરૂપ ફેરીયાઓને દૂર કરવાની કાર્યવાહી તેમજ હોડીંગસ/કીઓસ્ક દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. તથા જાહેર રોડ પર કરવામાં આવેલ દબાણ અનુસંધાને રામ ચોકથી ઉમિયા સર્કલ, સામા કાંઠે ગેંડા સર્કલ અને લાલ બાગ ની દીવાલે દબાણકર્તાઓ પાસેથી દબાણ દંડ ની વસુલાત કરવામાં આવી છે.

વધુમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભા કરાયેલા ગેરકાયદેસર કિઓસ્ક તથા હોર્ડિંગ બોર્ડ દૂર કરવાની કાર્યવાહી મહાનગરપાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular