Homeગુજરાતમોરબીવાંકાનેરના ઝાલી ગામની સીમમાં તસ્કરોનો તરખાટ: ખેડૂતની વાડીમાંથી રૂ. 25 હજારની મોટર...

વાંકાનેરના ઝાલી ગામની સીમમાં તસ્કરોનો તરખાટ: ખેડૂતની વાડીમાંથી રૂ. 25 હજારની મોટર અને વાયરની ચોરી

વાંકાનેર તાલુકાના ઝાલી ગામની સીમમાં તસ્કરોએ એક ખેડૂતની વાડીને નિશાન બનાવી પાણીની મોટર અને વાયરની ચોરી કરી હોવાની ફરીયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઝાલી ગામે રહેતા અજયભાઈ છનાભાઈ ખમાણી (ઉ.વ‌.૨૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે વાંકાનેર તાલુકાની ઝાલી ગામની સીમમાં કરાર તરીકે ઓળખાતી ફરીયાદીની વાડીમાંથી પાણીની મોટર કિંમત રૂપિયા ૨૦,૦૦૦ તથા મોટરનો સર્વિસ વાયર કિંમત રૂપિયા ૫૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૨૫૦૦૦ ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular