માળીયા તાલુકાના સરવડ ગામે ગાળો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે એક શખ્સે ઉશ્કેરાઈ જઈ વેપારીની કારમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ માળીયા પોલીસ મથકમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ સરવડ ગામના અને હાલ મોરબીના સરદાર નગર-૨ વિસ્તારમાં રહેતા વેપારી નિલેશભાઈ દુર્લભજીભાઈ શેરસીયા (ઉ.વ. ૪૨) એ આરોપી ચિરાગભાઈ રમેશભાઈ ગામી રહે. સરવડ ગામ તા. માળીયા (મીં)વાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ તેના માતા પિતા તથા કાકા-કાકી ને ગાળો આપતો હોય જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતાં આરોપીએ ફરીયાદી તથા સાથીને ગાળો બોલી ફરીયાદિને માર મારવાની ધમકી આપી શેરીમાં પાર્ક કરેલ ફરીયાદીની સ્વીફ્ટ VDI ગ્રે કલરની કાર રજીસ્ટર નંબર -RJ-03-FK-3197 વાળીમા લાકડાના ધોકા તથા પાણા (પથ્થર) ના ઘા કરી ગાડીમાં નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.