Homeગુજરાતમોરબીવાંકાનેર નેશનલ હાઈવે પર રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે રિક્ષાચાલક પર પાઈપ વડે...

વાંકાનેર નેશનલ હાઈવે પર રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે રિક્ષાચાલક પર પાઈપ વડે હુમલો

વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર આવેલા જકાતનાકા રિક્ષા સ્ટેન્ડ પાસે પેસેન્જર બેસાડવા જેવી સામાન્ય બાબતે રિક્ષાચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ એક રિક્ષાચાલકને લોખંડના પાઈપ વડે ફટકારી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમા નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા દીપકભાઇ કાનાભાઇ ધેણોજા (ઉ.વ.૩૫)એ આરોપી ફીરોજ મુસા, અકબર મુસા તથા સાહીલ મુસા રહે. ત્રણેય વાકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને રીક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે આરોપી ફિરોજએ બોલાચાલી કરી ઝપાઝપી કરી ભુંડાબોલી ગાળો આપી તથા આરોપી ન અકબર તથા સાહીલેવલોખંડના પાઇપ સાથે આવી ફરીયાદીનો કાઠલો પકડી લોખંડના પાઇપથી ફરીયાદીને માર મારી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular