મોરબીના રાજપર ગામે પક્ષીઓને ચણ નાખવા ગયેલા એક વૃદ્ધ પર પુત્રની સગાઈ બાબતે જુની અદાવતનો રાખી ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
રાજપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા સવજીભાઈ દેવજીભાઈ ધોળકિયા (ઉ.વ. ૫૫)એ આરોપી હસમુખભાઈ ભરતભાઈ ધોળકિયા, ભાવજીભાઈ રવજીભાઈ ધોળકિયા રહે બંને સકત શનાળા મોરબી અને એક અજાણ્યો શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી રાજપર ગામથી પંચાસર જતા કાચા રસ્તે આવેલ સ્મશાને પક્ષીને ચણ (દાણા) નાખવા ગયેલ હોય ત્યારે આરોપીઓ ફોરવીલ કારમાં આવી ફરીયાદી પાસે આવી ફરીયાદીને ગાળો આપી આરોપીઓએ ફરીયાદિને તમારા દિકરા ખુશાલની સગાઈ રિધ્ધી સાથે કેમ કરેલ છે રિધ્ધિ ના મારી સાથે લગ્ન થયેલ અને છુટાછેડા થયેલ છે મેં તમને સગાઈ કરવાની ના પાડેલ હતી તેમ કહી હસમુખભાઇએ લોખંડના પાઈપ વડે ફરીયાદિને માર મારી ઇજા કરી તથા બાવજીભાઈએ લાકડાના ધોકા વડે મુંઢ ઇજા કરેલ તથા અજાણ્યા શખ્સે લાકડાના ધોકા વડે ફરીયાદિના જમણા પગના સાથળના ભાગે મારી મુંઢ ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.