મોરબી ફાયર કંટ્રોલરૂમમાં છેલ્લા 24 કલાક દરમિયાન એક રેસ્ક્યુ કોલ સાથે સાથે આગના ત્રણ અલગ-અલગ બનાવો નોંધાયા હતા. તમામ બનાવોમાં ફાયર ટીમે તત્પરતા દાખવી અસરકારક કામગીરી કરી હતી.
તમિલનાડુથી આવેલ એક ટ્રક ડ્રાઈવર કામસર હળવદ તરફ આવી રહ્યો હતો ત્યારે કેનાલ પાસે બે બાળકો નાહવા પડ્યા હતા અને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા મોરબી અને હળવદ ફાયર ટીમ તરત જ સ્થળ પર દોડી પહોંચી હતી. ભારે જહેમત બાદ એક બાળકની લાશ ગઈકાલે અને બીજી આજ રોજ બહાર કાઢવામાં આવી હતી.
આજે સવારે 07:27 વાગ્યે બેલા ગામના પાટિયા પાસે આવેલ Raffles Speciality Minerals LLP કંપનીમાં આગ લાગી હતી. ત્યારબાદ બપોરે 12:00 વાગ્યે લતીપર રોડ ઉપર ટંકારા ખાતે લક્ષ્મીનારાયણ જીનિંગ મિલમાં આગ ભભૂકી ઉઠી હતી. અને બપોરે 02:18 વાગ્યે સિલ્વર પેટ્રોલ પંપ પાસે કચરામાં આગ લાગી હતી.
ત્રણેય આગના બનાવોમાં મોરબી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈપણ બનાવમાં જાનહાની નોંધાઈ નથી. તેમજ મોરબી ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે.