Homeગુજરાતમોરબીમોટીબરાર પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો 

મોટીબરાર પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો 

માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ, વિદાયગીતો તેમજ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્યો રજુ કરવામા આવ્યા હતા. મોટીબરાર પ્રાથમિક શાળામાં દર વર્ષે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ અને ‘શ્રેષ્ઠ હાજરી સન્માન’ જેવા એવોર્ડ આપવામાં આવે છે જેમાં આ વર્ષે શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ધોરણ 8ની વિદ્યાર્થીની નિધિબા અર્જુનસિંહ રાણાને ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ નો એવોર્ડ તેમજ વર્ષ દરમ્યાન સૌથી વધુ શાળામાં હાજરી આપનાર ત્રણ વિદ્યાર્થીઓ રીયા ખડોલા, રિધ્ધી ખડોલા અને નિધિબા રાણાને ‘શ્રેષ્ઠ હાજરી સન્માન’ એવોર્ડ આપવામાં આવ્યા હતા. તદ્દઉપરાંત શાળાની બાળસંસદના મહામંત્રી મિત વૈષ્ણવને ઉત્કૃષ્ટ કામગીરી માટે પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ધોરણ 8ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને યાદગીરી રૂપે ભેટ અર્પણ કરવામાં આવી હતી તો સાથે શાળા પરિવાર દ્વારા પણ વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી હતી. તેમજ શાળાના આચાર્ય અનિલ બદ્રકિયા અને તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને તેમના આગામી શિક્ષણ અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular