મોરબી શહેરમાં વાહન ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક બનાવ મોરબીના વીશીપરા વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં ઘરની બહાર પાર્ક કરેલું હીરો સ્પ્લેન્ડર મોટર સાઈકલ કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીશીપરા, કુલીનનગર-૧ વિસ્તારમાં રહેતા અને ઈરોસ કારખાનામાં મજૂરી કામ કરતા સમસુદ્દીનભાઈ અકબરભાઈ પઠાણએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિનુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-36-AQ-2780 જેની કિ.રૂ.૨૦,૦૦૦/- વાળુ કોઇ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.