મોરબીની પ્રતિષ્ઠિત નવયુગ વિદ્યાલયમાં તેમજ સેક્શન અલગ અલગ ક્ષેત્રમાં તેમની સિધ્ધિ ને બિરદાવવા માટે “સિતારે નવયુગ ઇનામ-વિતરણ સન્માન સમારોહ” ખૂબ જ ભવ્ય રીતે યોજાયો. આ પ્રસંગે નવયુગ ગ્રુપના પ્રમુખ પી.ડી. કાંજીયા અને મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈની પ્રેરક હાજરીએ સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું અને વિદ્યાર્થીઓમાં નવી ઊર્જાનો સંચાર કર્યો.
ડૉ.ઉત્તમભાઈ ઉઘરેજા,રાજ્ય શ્રેષ્ટ શિક્ષક કમલેશભાઈ દલસાણીયા, એડવોકેટ ધ્રુમિલભાઈ ભીમાણી, મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પોતાના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા.
S.S.C. અને H.S.C. બોર્ડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોપર્સ તેમજ વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ સર્જનાત્મક કાર્યક્રમોએ સમગ્ર સમારોહને યાદગાર બનાવી દીધો.
બહોળી સંખ્યામાં વાલીઓની તેમજ વિધાર્થીઓ ઉપસ્થિતિ રહી કાર્યક્રમની ભવ્યતા વધારી અને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં દ્વિગુણ વધારો કર્યો.
આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા મેનેજિંગ ડિરેક્ટર નિલેશભાઈ અઘારા અને પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ સંતોકી ના માર્ગદર્શન હેઠળ શિક્ષકો અને તમામ સ્ટાફની મહેનત, સમર્પણ અને આયોજનશક્તિના કારણે સફળતાપૂર્વક પૂર્ણ થયો.