Homeગુજરાતમોરબીમોરબીમાં લખધીરપુર રોડ પરથી ૧૩ વર્ષીય તરુણ ગુમ: અપહરણની આશંકા સાથે પોલીસ...

મોરબીમાં લખધીરપુર રોડ પરથી ૧૩ વર્ષીય તરુણ ગુમ: અપહરણની આશંકા સાથે પોલીસ ફરિયાદ

મોરબીના લખધીરપુર રોડ પર આવેલી ઈનબોક્ષ ઓટોપેક કંપનીના લેબર ક્વાર્ટરમાં રહી મજૂરી કામ કરતા બિહારના શ્રમિક પરિવારનો ૧૩ વર્ષીય પુત્ર રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા છે, કોઈ અજાણ્યા શખ્સે તરુણનું અપહરણ કર્યું હોવાની આશંકા સાથે પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ બિહારના અને હાલ મોરબીના લખધીરપુર રોડ પર આવેલ ‘ઇનબોક્ષ ઓટોપેક’ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા તસલીમખાન સુબાનખાન નટનો ૧૩ વર્ષીય પુત્ર અબ્દુલ ગત તા. ૨૭/૦૪/૨૦૨૬ના રોજ ગુમ થયો છે. તસલીમખાન અને તેમના પત્ની કંપનીમાં મજૂરી કામ કરવા ગયા હતા, ત્યારે તેમનો પુત્ર અબ્દુલ રૂમ પર હાજર હતો. બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી અબ્દુલ કંપની પાસે રમતો જોવા મળ્યો હતો, પરંતુ સાંજે છ વાગ્યા પછી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જે બાદ પરિવારના સભ્યોએ કંપનીમાં, આસપાસના વિસ્તારમાં અને પરિચિતોને ત્યાં તપાસ કરી હોવા છતાં અબ્દુલનો કોઈ પત્તો મળ્યો ન હતો. આખરે પિતા તસલીમખાને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે કોઈ અજાણ્યો ઇસમ તેમના પુત્રનું લાલચ આપી અથવા વાલીપણામાંથી અપહરણ કરી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular