Homeગુજરાતમોરબીમોરબીમાં વેપારીને ઠંડા પીણાની વાતોમાં પરોવી ગલ્લામાંથી ૩૦ હજાર સેરવી લીધા મોરબી મોરબીમાં વેપારીને ઠંડા પીણાની વાતોમાં પરોવી ગલ્લામાંથી ૩૦ હજાર સેરવી લીધા By morbisahyognews April 29, 2026 739 Share FacebookXPinterestWhatsApp મોરબીના રેલવે સ્ટેશન રોડ પર પાન-મસાલાની દુકાન ધરાવતા વેપારીની નજર ચૂકવી એક શખ્સ ૩૦,૦૦૦ રૂપિયાની ચોરી કરી રફુચક્કર થઈ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે સમજુ બા સ્કૂલ પાસે પિતૃ આશીશ ભગવતી પાક સોસાયટીમાં રહેતા અને વેપાર કરતાં શૈલેષભાઈ દામજીભાઈ સોલંકી (ઉ.વ.૫૫) એ આરોપી કુલદીપ ઉર્ફે કાલિ સરદારજી રહે. રણછોડનગર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ફરીયાદીની રાજુ પાન એન્ડ કોલડ્રીંક્સમા આરોપીએ જઈ ઠંડા પીણાની બોટલ માંગતા ફરીયાદી ઠંડા પીણાની બોટલ લેવા ઉભા થતા ફરીયાદિની નજર ચુકવી દુકાનના થડાના ટેબલના ખાનામાથી રોકડ રૂ. ૩૦,૦૦૦/- ની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં મયુર નેચર ક્લબ, વન વિભાગ અને મોરબી અપડેટ દ્વારા ફ્રી રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો July 19, 2026 મોરબી ટંકારાના ઘુનડા (સ) ગામની સીમમાં ચાલતું હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું July 19, 2026 મોરબી ટંકારાના નેકનામ ગામે પ્લોટની દીવાલ ચણતા યુવાનો પર પિતા-પુત્રોનો હુમલો July 19, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં મયુર નેચર ક્લબ, વન વિભાગ અને મોરબી અપડેટ દ્વારા ફ્રી રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો morbisahyognews - July 19, 2026 ટંકારાના ઘુનડા (સ) ગામની સીમમાં ચાલતું હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું morbisahyognews - July 19, 2026 ટંકારાના નેકનામ ગામે પ્લોટની દીવાલ ચણતા યુવાનો પર પિતા-પુત્રોનો હુમલો morbisahyognews - July 19, 2026 મોરબીના ઘૂંટુ ગામે ડેલો બતાવવા ગયેલા બે યુવાનો પર જીવલેણ હુમલો morbisahyognews - July 19, 2026 મોરબીના આંદરણા ગામે બંધ મકાનમાંથી સોના-ચાંદી અને રોકડ મળી રૂ.7.36 લાખની ચોરી morbisahyognews - July 19, 2026