Homeગુજરાતમોરબીહળવદના ચરાડવા - કડીયાણા ગામની સીમમાં થયેલ ઘરફોડ કેબલ ચોરીનો પર્દાફાશ; એક...

હળવદના ચરાડવા – કડીયાણા ગામની સીમમાં થયેલ ઘરફોડ કેબલ ચોરીનો પર્દાફાશ; એક લાખના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ 

હળવદ તાલુકાના ચરાડવા-કડીયાણા ગામની સીમમાં થયેલ ઘરફોડ કેબલ ચોરીનો અનડિટેકટ ગુનો ડિટેકટ કરી કિ.રૂ.૧,૦૦,૦૦૦/-ના મુદામાલ સાથે એક ઇસમની હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

હળવદ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ થયેલ હોય જેમાં ફરીયાદી લાલજીભાઈ અણદાભાઈ સવસાણી હાલ રહે મારૂતી નગર, વિધુત નગરની બાજુમાં, રવાપર રોડ મોરબી-૧ વાળાએ પોતાની ચરાડવા-કડીયાણા ગામની સીમમાં આવેલ વાડીએ રૂમ ઓરડીઓમાં રાખેલ કોપર કેબલ વાયર જેની લંબાઈ આશરે ૧૬૦૦ ફુટ જેટલી જેની કિ.રૂ ૧,૦૦,૦૦૦/- ગણી શકાય તે રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઈ ગયેલ હોવાની ફરીયાદ જાહેર કરેલ જે અનડિટેક્ટ રહેલ ગુનો ડિટેક્ટ કરવા માટે હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ ગુનો ડિટેકટ કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન આરોપી કેશુ ઉકાભાઈ રાઠોડ રહે ગામ સુસવાવ તા.હળવદ જી.મોરબી વાળા પાસેથી ચોરીમાં ગયેલ અસલ તમામ મુદામાલ કોપર કેબલ વાયર જેની લંબાઈ આશરે ૧૬૦૦ ફુટ જેની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- નો મુદામાલ રીકવર કરી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular