મોરબી: મહાનગરપાલિકાની ચૂંટણીમાં નિરાશાજનક પરિણામ બાદ કોંગ્રેસમાં આંતરિક જવાબદારીની ભાવના જોવા મળી છે. મોરબી શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ ચિંતન મહેશભાઈ રાજ્યગુરૂ એ વોર્ડ નં. 3માં પક્ષની પેનલને મળેલા નબળા પ્રદર્શનને લઈને નૈતિક જવાબદારી સ્વીકારી તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
તેમણે જિલ્લા પ્રમુખને સંબોધિત પત્રમાં સ્વીકાર્યું કે પક્ષે સોંપેલી જવાબદારીનું યોગ્ય રીતે નિર્વહન કરવામાં તેઓ સંપૂર્ણ રીતે સફળ રહ્યા નથી. પક્ષની પરંપરા અને મૂલ્યોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોવાનું તેમણે જણાવ્યું છે. સાથે જ ચિંતન મહેશભાઈ રાજ્યગુરૂ એ સ્પષ્ટ કર્યું કે તેઓ આગળ પણ એક નિષ્ઠાવાન કાર્યકર તરીકે કોંગ્રેસ પાર્ટી માટે કાર્ય કરતા રહેશે.