મોરબી શહેરમાં જુગારની પ્રવૃત્તિને ડામવા માટે પોલીસ સતત કાર્યરત છે, ત્યારે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસની ટીમે વીશીપરા વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે વીશીપરા વિસ્તારમાં આવેલી રમેશ કોટન મીલની ચાલી પાસે જાહેરમાં રોડ ઉપર કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બાતમીવાળી જગ્યાએ વીશીપરા રમેશ કોટન મીલની ચાલીમા રોડ પર તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો ભીખાભાઇ હાસમભાઇ સુમરા (ઉ.વ.૪૨) રહે વીશીપરા રમેશ કોટન મીલની ચાલી મોરબી, ઇસ્માઇલભાઇ કાસમભાઇ સુમરા (ઉ.વ.૬૩) રહે વીશીપરા મદીના સો.સા. નુરી પાનની બાજુમાં મોરબી, આમદભાઇ કાસમભાઇ સુમરા (ઉ.વ.૪૪) રહે. વીશીપરા વિજયનગર મસ્જીદ પાછળ મોરબી મુળ રહે વનાળીયા, ફીરોજભાઇ તૈયબભાઇ સુમરા (ઉ.વ. ૪૦) રહે.વાવડી રોડ ક્રિષ્ના પાર્ક શેરી નં.૦૩ મોરબી, રાજેશભાઇ ચતુરભાઇ રાઠોડ (ઉ.વ.૫૧) રહે જાઇન્સનગર બીલાલી મસ્જીદ પાછળ વીશીપરા મોરબીવાળાને રોકડ રૂપિયા ૭૨૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.