મતગણતરી કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ચારથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા પર પ્રતિબંધ; મોબાઈલ કે સંદેશાવ્યવહારના ઉપકરણો સાથે પ્રવેશ વર્જિત
જિલ્લામાં નિયત સ્થળો પર હાથ ધરાશે મતગણતરી પ્રક્રિયા; જાહેરનામાનો ભંગ કરનાર સામે લેવાશે કડક કાર્યવાહી
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં યોજાયેલ મતદાન બાદ આવતીકાલે તા. ૨૮/૦૪/૨૦૨૬ ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. આ મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મતગણતરી