મોરબી તાલુકાના ઝિંઝુડા ગામ પાસે ધોળા દિવસે બે અજાણ્યા શખ્સોએ એક યુવાન પર ક્રિકેટ બેટ વડે હુમલો કરી મુંઢ ઈજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સોલંકીનગર (ઝીંઝુડા)માં રહેતા અને મજુરી કામ કરતા અશોકભાઈ લક્ષ્મણભાઈ અખીયાણી (ઉ.વ.૨૨) એ આરોપી બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું આરોપીઓએ પોતાના હાથમાં રહેલ ક્રિકેટ બેટ વતી ફરીયાદીને એક ઘા મારી મોટરસાયકલ નીચે પછાડી બેટ વતી મુંઢમાર મારી ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.