Homeગુજરાતમોરબીઅણિયારી ટોલ નાકા નજીક પટેલ યુવકની હત્યા કરનાર છ ઈસમો ઝડપાયાં

અણિયારી ટોલ નાકા નજીક પટેલ યુવકની હત્યા કરનાર છ ઈસમો ઝડપાયાં

માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમા અણીયારી ટોલ નાકા પાસે આવેલ ધૈર્ય હોટલ ખાતે પટેલ યુવકની હત્યા કરનાર ૦૬ આરોપીઓને મોરબી એલ.સી.બી. તથા માળીયા (મી) પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે.

મળતી માહિતી મુજબ અનિલ હરિલાલ કંડિયા તેના મિત્ર વિવેક વેલજીભાઈ અઘારા સાથે અણિયારા ટોલનાકા પાસે આવેલી ધૈર્ય હોટલ પર નાસ્તો કરવા ગયા હતા. આ સમયે અચાનક અજાણ્યા શખ્સોએ આવી છરી વડે હુમલો કર્યો હતો જેમાં અનીલ કંડિયા નામના યુવકનું મોત નિપજ્યું હતું અને આ બનાવ અંગે માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.

ત્યારબાદ હત્યાના ગુન્હામા સંડોવાયેલ ઇશમોને પકડી પાડવા મોરબી એલ.સી.બી તથા માળીયા (મી) પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમોની રચના કરી આરોપીઓને ટેક્નીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇટેલીજન્સની મદદથી હત્યાના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી યુવકની હત્યા કરનાર આરોપી મોહન ઉર્ફે શીવમભાઈ ભગવાનજીભાઈ ભુંભરીયા રહે- મોરબી, રમેશભાઈ ઉર્ફે રામો અરજણભાઇ રબારી મુળ કેશોદ હાલ રહે- મોરબી, પુથ્વીરાજસિહ ભગીરથસિહ ઝાલા રહે- મોરબી, ગુલામહુસૈન મહેબુબભાઈ પઠાણ રહે- મોરબી, કિશનભાઈ અમરશીભાઈ ચૌહાણ રહે- મોરબી, હીરાભાઈ રવજીભાઈ ઉલવા રહે.- મોરબીવાળાને મોરબી એલ.સી.બી.ટીમ તથા માળીયા(મી) પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular