Homeગુજરાતમોરબીમોરબી-વાંકાનેર ને.હા. રોડ પર ઓરડીમાંથી 1.95 લાખનો વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો મોરબી મોરબી-વાંકાનેર ને.હા. રોડ પર ઓરડીમાંથી 1.95 લાખનો વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો By morbisahyognews April 20, 2026 173 Share FacebookXPinterestWhatsApp મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ સરાણીયાના ઝુંપડામાં આવેલ રહેણાક ઓરડીમાંથી ઇંગ્લીંશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૪૫૦ કિં.રૂ. ૧,૭૪,૪૬૦/-તથા બીયર ટીન નંગ-૯૬ કિં.રૂ.૨૧,૧૨૦/-મળી કુલ કિં.રૂ.૧,૯૫,૫૮૦/-નો ઇંગ્લીશદારૂ/બિયરનો જથ્થો મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. મોરબી એલ.સી.બી. તથા /પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોતે દરમ્યાન સ્ટાફને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, સતિષ ઉર્ફે રઘુ તેજાભાઈ સરાણીયા રહે. મોરબી વાંકાનેર ને.હા.રોડ રીઝન્ટા હોટલની બાજુમા સરાણીયાના ઝુપડાવાળો પોતાના રહેણાંક મકાનની ઓરડીમાં બહારથી ઇંગ્લીશદારૂનો જથ્થો વેચાણ અર્થે મંગાવી પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનની ઓરડીમાં રાખેલ છે અને હાલે તેની વેચાણની પ્રવૃતિ ચાલુ છે તેવી ચોકકસ અને ભરોસાપાત્ર બાતમી મળેલ હોય જે બાતમીના આધારે રેઇડ કરતા ઓરડીમાંથી ઇંગ્લીંશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૪૫૦ કિં.રૂ. ૧,૭૪, ૪૬૦/-તથા બીયર ટીન નંગ-૯૬ કિં.રૂ.૨૧,૧૨૦/-મળી કુલ કિં.રૂ. ૧,૯૫,૫૮૦/-નો મુદામાલ મળી આવતા મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી સતિષ ઉર્ફે રઘુ તેજાભાઈ સરાણીયા વિરુધ્ધ પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 મોરબી મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026 મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026