મોરબી: નવી પીપળી ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી રોકડીયા હનુમાનજી મંદિર ના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આગામી સમયમાં એક ભવ્ય લોક ડાયરો અને સંતવાણીના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ધર્મ અને સંસ્કૃતિના સંગમ સમાન આ કાર્યક્રમમાં લોકસાહિત્ય અને ભજનની રમઝટ બોલશે.
આ કાર્યક્રમ 09 એપ્રિલ 2026, ગુરુવારે રાત્રે 09:00 કલાકે યોજાશે. સ્થળ શ્રી રોકડીયા હનુમાનજી મંદિર ધર્મગંગા સોસાયટી / શાંતિનગર સિલ્વર સોસાયટી નવી પીપળી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનું આયોજન ધર્મગંગા સોસાયટી, શાંતિનગર અને સિલ્વર સોસાયટી ના રહીશો દ્વારા કરવામાં આવ્યું છે. જે ભક્તો પ્રત્યક્ષ હાજર રહી શકે તેમ ન હોય તેમના માટે YouTube પર @GURUKRUPA_STUDIO_028 ચેનલ દ્વારા લાઈવ પ્રસારણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
પાટીદાર સાઉન્ડના સથવારે યોજાનારા આ ભક્તિમય ઉત્સવમાં ઉમટી પડવા માટે શ્રી રોકડીયા હનુમાનજી મંદિર પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.