Homeગુજરાતમોરબીમોરબીમાં ડુપ્લીકેટ ચુનાના નેટવર્કનો પર્દાફાશ: ‘બાબુ લાઈમ’ના નામે થતુ નકલી ચુનાનુ વેચાણ...

મોરબીમાં ડુપ્લીકેટ ચુનાના નેટવર્કનો પર્દાફાશ: ‘બાબુ લાઈમ’ના નામે થતુ નકલી ચુનાનુ વેચાણ ઝડપાયું

મોરબીમાં બ્રાન્ડેડ પ્રોડક્ટના નામે નકલી માલ પધરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. પ્રખ્યાત ‘બાબુ લાઈમ’ (બાબુ ખાવાનો ચુનો) બ્રાન્ડના કોપીરાઈટ લેબલ અને ડિઝાઈનનો દુરુપયોગ કરી ડુપ્લીકેટ ચુનાનું વેચાણ કરતાવેપારી સહિત બે વ્યકિત સામે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ શહેરમાં આવેલ ગોંડલ રોડ પર શિવાલીક પાછળ ઉઘોગનગર કોલોનીમાં ક્વાર્ટર નંબર -૫૧ માં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા યોગેશભાઈ ધિરજલાલ પરમાર (ઈ.વ.૫૧) એ આરોપી અરવિંદભાઈ છગનભાઈ કાસુંન્દ્રા રહે. શ્રીકુંજ સોસાયટી કેનાલ રોડ, એપાર્ટમેન્ટ બ્લોક નંબર -૦૩ મોરબી તથા સુનિલભાઈ વાંકાનેરવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની બાબુ લાઇમ પ્રા.લી જે કોપીરાઈટ રજીસ્ટ્રેશન કોપીરાઇટ રજી નં-એ/૧૦૦૦૧૬/૨૦૧૩ તા-૦૨/૦૫/૨૦૧૩ થી રજીસ્ટ્રેશન થયેલ છે જેમા કંપનીએ સ્પેશ્યલ ફોડેલો ચુનો કાળા અક્ષરે ગુજરાતીમાં લખેલ છે તથા હિન્દી તથા અંગ્રેજીમાં બાબુ પાર્સલ લખલ છે જે ડિઝાઇન તથા લખાણ વાળા પૈકીંગમાં બાબુ પાર્સલ નામે ચુનાનુ પેકીંગ કરી ઉપરોકત કંપની વેચાણ કરે છે. તે મુજબના આરોપી અરવિંદભાઈ પાસેથી બાબુ પાર્સલના લેબલની કોપી કરેલ ચુનાના પાર્સલ કુલ-૩૮ થેલા એક થે લાની કિ.રૂગ. ૩૫૦/- કુલ મુદામાલ કિ.રૂગ.૧૩,૩૦૦/- નો મળી આવેલ હોય જે આરોપી સુનિલભાઈ પાસેથી ખરી દ કરેલ હોય જેથી બંને આરોપીઓ વિરુદ્ધ ઘ કોપીરાઇટ અધિનિયમ ૧૯૫૭ ની કલમ-૬૩,૬૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular