Homeગુજરાતમોરબીમોરબીના ભક્તિનગરમાં હનુમાન જયંતિ મહોત્સવનુ ભવ્ય આયોજન

મોરબીના ભક્તિનગરમાં હનુમાન જયંતિ મહોત્સવનુ ભવ્ય આયોજન

મોરબીના ભક્તિનગર ગામે હનુમાન જયંતિ મહોત્સવ 2026 નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. ગામમાં ભક્તિનો માહોલ સર્જાવાનો છે અને સમગ્ર કાર્યક્રમને લઇને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ કાર્યક્રમ 02 એપ્રિલ 2026, ગુરુવારના રોજ યોજાશે. બપોરે 3:00 વાગ્યે ધૂનથી કાર્યક્રમની શરૂઆત થશે, ત્યારબાદ સાંજે 5:15 વાગ્યે ભવ્ય શોભાયાત્રા નીકળશે. સાંજે 6:00 વાગ્યે મહા આરતી અને ત્યારબાદ 6:30 વાગ્યે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

આ મહોત્સવમાં તમામ ગ્રામજનોને સહ-પરિવાર ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન બજરંગ યુવક મંડળ – ભક્તિનગર દ્વારા કરવામાં આવ્યું છે, જે ભક્તિ અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular