Homeગુજરાતમોરબીમોરબીના ઘુંટુ ગામે તારીખ 02 થી 08 એપ્રિલ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના ઘુંટુ ગામે તારીખ 02 થી 08 એપ્રિલ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

ઘુંટુ ગામે સ્વ. ઓધવજીભાઈ જીવાભાઈ પરેચા અને સ્વ. છબીબેન ઓધવજીભાઈ પરેચાના પુણ્યાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાસ્ત્રી શ્રી વિષ્ણુબાપુ દાણીધારીયા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન તા. 02-04-2026 થી 08-04-2026 સુધી કરાવવામાં આવેલ છે.

શ્રીમદ ભાગવત સપ્તાહનો સમય સવારે 09 થી 12 અને બપોરે 03 થી 06 નો રહેશે તેમજ ભાગવત સપ્તાહની સાથે કથામાં આવતા તમામ પ્રસંગોની પણ ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.

આ ઉપરાંત રાત્રિ કાર્યક્રમમાં ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. 02-04-2026 ના રોજ જયદેવ ગોસાઈ તથા હર્ષદ પટેલ, તા. 04-04-2026 ના રોજ મયુર દવે તથા હર્ષદ પટેલ અને તા. 07-04-2026 ના રોજ જયદીપ સોની તથા દિપકબાપુ હરિયાણી ઉપસ્થિત રહેશે.

દરરોજ બપોરે કથા વિરામ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો તમામ ધર્મપ્રેમી જનતાને શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કરવા તેમજ મહાપ્રસાદનો લાભ લેવા પીતાંબરભાઈ ઓધવજીભાઈ પરેચા તથા વિનોદભાઈ પીતાંબરભાઈ પરેચા દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કથા સ્થળ – શ્રી સી એન પટેલ વિદ્યાલય, પરેચા પરિવાર મંદિરની સામે, ઘુંટુ.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular