Homeગુજરાતમોરબીમોરબીની શ્રી ખાનપર કુમાર પ્રા. શાળા, ખાતે ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ...

મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રા. શાળા, ખાતે ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો 

મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનાં વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં શાળાનાં આમંત્રણને માન આપીને ખાનપર ગામનાં સરપંચ લીંબડ દિલીપભાઈ, ઉપસરપંચ ભીમાણી રમેશભાઈ, SMC અધ્યક્ષ અમૃતિયા નરેન્દ્રભાઈ, શિક્ષણ પ્રેમી માણસ એવા રૈયાણી શૈલેષભાઈ તથા જાગૃત વાલીો હાજર રહ્યાં હતાં.

સર્વ પ્રથમ દીપ પ્રાગટ્ય અને સર્વધર્મ પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. ત્યારબાદ ધો. 5 થી ધો. 7 નાં વિદ્યાર્થીઓ દ્વારા અભિનય ગીત અને નાટક રજૂ કરવામાં આવેલ. ધો. 8 નાં વિદ્યાર્થિઓ દ્વારા પોતાનાં જૂના સંસ્મરણોને પ્રતિભાવો રૂપે તાજા કર્યા. ગામનાં સંરપંચ, રૈયાણી શૈલેષભાઈ તથાં શાળાનાં આચાર્યએ વિદાન પામનાર વિદ્યાર્થીઓને આશીર્વચનો પાઠવી ભાવી ભણતર વિશે માહિતી આપી. શાળા તરફથી તમામ વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન રૂપે વિદાયપત્ર તથા ભવિષ્યમાં મેળવનાર તમામ ડોક્યુમેન્ટને સાચવી રાખવા ફોલ્ડર ફાઇલ ભેટ સ્વરૂપે આપવામાં આવેલ. ધો. 8 નાં વિદ્યાર્થીઓ દ્વારા શાળાને પણ ભેટ આપેલ. જે બદલ શાળા પરિવાર તેમને કાયમ યાદ કરશે.

આ કાર્યક્રમને અંતે તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે સ્વરૂચી ભોજનની વ્યવસ્થા ગામનાં સરપંચ તથા ઉપસરપંચ તરફથી કરવામાં આવેલ. જેનો તમામે આનંદ માણ્યો અને સમગ્ર શાળા પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં સિનીયર શિક્ષક ચિકાણી રમણીકલાલ ડી. દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાનાં આચાર્ય સાવરિયા ઈશ્વરલાલ કલાભાઈએ શાળાનાં શિક્ષક ચિકાણી રમણીકલાલ , ગોસાઈ રોહિતભાઈ , દેવમુરારી હીનાબેન, રાજપરા ભગવતીબેન, ડૉ. જલ્પાબેન ફુલતરિયા, દલસાણિયા મિનાક્ષીબેન, સરડવા ભૂમિકાબેન તથાં વિરડા ભાવનાબેનને શુભેચ્છાઓ પાઠવી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular