જલારામ ધામના સેવાકાર્યના સહયોગીઓનું અભિવાદન કરવામાં આવ્યુ.
સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામના જન્મોત્સવ (રામ નવમી) નિમિતે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ સેવા મંડળ દ્વારા શહેરના જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત બપોરે ૧૧ઃ૩૦ કલાકે પ્રભુ શ્રી રામનું પૂજન, બપોરે ૧૨ કલાકે મહાઆરતી યોજાઈ હતી ત્યારે મોરબી જલારામ ધામ ના સદાય સહયોગીઓનું અભિવાદન સંસ્થા તરફથી કરવામાં આવ્યુ હતુ.તે ઉપરાંત ફરાળ મહાપ્રસાદ નું અનેરુ આયોજન કરવા માં આવ્યુ હતુ જેમાં બહોળી સંખ્યા માં ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.