Homeગુજરાતમોરબીમોરબીમાં જૈન સમાજની આયંબિલ ઓળીમાં રેકોર્ડ તપસ્યા: ૫૫૧ સાધુ-સાધ્વી અને તપસ્વીઓની ભક્તિભેર...

મોરબીમાં જૈન સમાજની આયંબિલ ઓળીમાં રેકોર્ડ તપસ્યા: ૫૫૧ સાધુ-સાધ્વી અને તપસ્વીઓની ભક્તિભેર ઉપસ્થિતિ

મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી માટે પધારેલા લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી મહારાજ, પૂ.વિવેકમુનિ મહારાજ, ચિંતનમુનિ મહારાજ આદિ સાધુ સાધ્વીજીઓની નિશ્રામાં દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જેમાં તા.૨૪ થી શરૂ થયેલ શાશ્વતી આયંબિલ ઓળી દરરોજ ૫૨૫ થી વધું લોકો આયંબિલ કરી રહ્યા હોય આજે રેકોર્ડ બ્રેક સંખ્યામાં તપસ્વી ૫૩૨ તેમજ ૨ મહારાજ સાહેબ, ૧૭ સાધ્વીજી મહારાજ, એમ કુલ ૫૫૧ સુધીની સંખ્યામાં શાંતિપૂર્વક આયંબિલ કરી રહ્યા છે. તપસ્વી તપ કરી આત્મા સાથે શરીરની આરોગ્ય શુદ્ધિ માટે પણ નામ નોંધાવ છે.તા.૨૬ ના રોજ ‘માનસ પરીક્ષા’ ઓપન બુક એક્ઝામ પૂ.ગ.આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીના જીવન ઝલકની પુસ્તિકા : અનુભૂતિની અભિવ્યક્તિ ઓપન બૂક એક્ઝામમાં પૂ. શ્રી અરિહંત મુનિજી અને વર્ધમાન મુનિની પ્રેરણાથી ૧૨૫ થી વધારે ભાવિકો રામનવમીના સોની બજાર ઉપાશ્રય, મોરબીમાં પરિક્ષા આપેલ છે.

તા.૨૯ રવિવારે સવારે ૯ વાગ્યે ભગવાન મહાવીર સ્વામીના ૧૪ સ્વપ્નાનું મંગલાચરણ, વીરના વધામણા, સપના સોહામણાના ભક્તિસભર કાર્યક્રમમાં દરેક નેસઃ પરિવાર પધારવા એક યાદીમાં જણાવેલ છે.

કરવું… કરાવવુ…. કે અનુમોદના કરવીએ ત્રણેયનું ફળ સરખું હોય છે.એટલે કે આપણે તપ નથી કરી શકતા તો આપણે એ તપની અનુમોદના કરી અને પુણ્યનું ઉપાર્જન કરી શકીએ એ માટે સળંગ ૧૦ દિવસ ઓળીના તપસ્વીઓના પારણાના દિવસે બહુમાન કરવામા આવશે.સમસ્ત જૈન સમાજના આ કાર્યક્રમમાં દરેક જૈન સંઘના ટ્રસ્ટીઓ, યુવક મંડળ તથા મહિલા મંડળ ના તેમજ વિવિધ જૈન ગ્રુપના સભ્યો તેમજ સ્વયંમ સેવકો યુવક યુવતીઓ ખુબ જ ઉત્સાહપૂર્વક સારી સેવા આપી કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે.તેમજ ઓપન બુક એક્ઝામમાં ૧૨૫ લોકોએ ધાર્મિક પરિક્ષા આપી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular