મોરબીમાં પુષ્ય નક્ષત્રના પાવન દિવસે તા. ૨૮-૦૩-૨૦૨૬, શનિવારે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનો કેમ્પ યોજાનાર છે. આ કેમ્પમાં ૦ થી ૧૫ વર્ષ સુધીના નાના બાળકોને આરોગ્યલક્ષી લાભ મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ મોરબીના સભ્યો દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવશે. મોરબીમાં યોજાતા આવા કેમ્પોમાં સામાન્ય રીતે આશરે ૧૫૦ જેટલા બાળકો લાભ લેતા હોવાની માહિતી મળી છે. આયોજકો દ્વારા શહેરની તમામ સોસાયટીઓના માતા-પિતાને પોતાના બાળકોને આ કેમ્પમાં લાવી લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
સ્થળ: વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ, મોરબી સમય: સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૪૨૭૨૧૩૯૯૯ પર સંપર્ક કરવો.