Homeગુજરાતમોરબીમોરબીના હરિપર ગામે શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન 

મોરબીના હરિપર ગામે શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન 

મોરબીના હરિપર ગામ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તારીખ ૨૬-૦૩-૨૦૨૬, ગુરુવારના રોજ સાંજે ૪:૩૦ વાગ્યે શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ સાંજે ૭:૧૫ વાગ્યે શ્રી રામજી મંદિર ખાતે મહા આરતી યોજાશે. તેમજ સાંજે ૭:૩૦ વાગ્યે મહાપ્રસાદ અને રાત્રે ૯:૩૦ વાગ્યે રસગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

ખાસ વાત એ છે કે હરિપર ગામે 150 વર્ષ પૂર્ણ કર્યા હોવાના અવસરે આ ઉત્સવ વધુ ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે. ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં યોજાતા આ કાર્યક્રમમાં જગતજનની માં આદ્યશક્તિની આરાધના પણ કરવામાં આવશે. આ ભવ્ય મહોત્સવમાં ભાગ લેવા હરિપર ગામ સહિત આસપાસના ગામોના ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular