મોરબી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતિ અન્વયે વિવિધ કામગીરી કરવામા આવી હતી જેમા અનંતનગર, શક્તિનગર, ગાંધી સોસાયટી, ઘાંચી શેરી, અંબિકા રોડ, રાધા પાર્ક તેમજ વાઘપરા મા ઘર મુલાકાત લઈ પાણી ભરેલ પાત્રો ની ચકાસણી કરવામા આવેલ તથા આવા પાત્રો મા પોરા ઉત્પન્ન થતા અટકાવવા એબેટ કામગીરી આવી હતી તેમજ એવન્યુ પાર્ક, દાઉદીપ્લોટ, કબીરટેકરી પાસેના વોકળામા મચ્છર ના થાય તે માટે દવા છંટકાવ અને ફોગીંગ કામગીરી તથા પખાલી શેરી, ખત્રીવાડ, શાકમાર્કેટ, રાવલશેરી, માધાપર તેમજ સ્ટેશન રોડની ગટરમા મચ્છરનાશક દવા છંટકાવ કામગીરી કરવામા આવી હતી.
મચ્છરજન્ય રોગોથી બચવા માટે ઘર વપરાશના પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવા, સાંજના સમયે બારી બારણા બંધ રાખવા, મચ્છરદાનીમા સુવાનો આગ્રહ રાખવો, મચ્છર કરડે નહી તે માટે આખુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, ઘરની આજુબાજુ ભરાયેલ બંધિયાર પાણી વહેતુ કરી દેવા વગેરે તકેદારી રાખવા તેમજ તાવના લક્ષણો જણાય તો નજીક ના આરોગ્ય કેંન્દ્ર નો સમ્પર્ક કરવા અપીલ કરવામાં આવે છે.


