Homeગુજરાતમોરબીમોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ...

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા અંગે કમિશ્નરને રજૂઆત

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આ બાબતે સમસ્યા ન ઉભી થાય તે માટે જાગૃત નાગરિક ગિરધરભાઈ ભગવાનજીભાઈ પરમારએ કમીશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.

રજૂઆતમા જણાવ્યું છે કે હાલમાં અત્યારે લીલાપર ગામ થી બોરીયા પાટી બજરંગ સર્કલ સુધી નવો રોડ બનાવવાનું કામ ચાલુ છે જેમાં વરસાદી પાણી ના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં નથી આવી રહી. આ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં ઉપરવાસમાંથી ખુબ જ મોટા પ્રમાણમાં વરસાદી પાણી આવે છે જે અત્યાર સુધી કેનાલ મારફતે નિકાલ થઈ જતો હતો પરંતુ હવે જ્યારે નવો રોડ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે ત્યારે આવનાર ચોમાસાની ઋતુમાં આ વરસાદી પાણીનો નિકાલ કેનાલ મારફતે થઈ શકશે નહી. અને હાલમાં જે નવો રોડ બનાવવાનો ચાલુ છે તેમાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં નથી આવતી તો આવા સંજોગોમાં આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય એમ છે.

જેથી આ લીલાપર કેનાલ રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય. જેથી આ અરજીને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular