મોરબીની ફુડ શાખા દ્વારા જિલ્લાના ફૂડ અધિકારી નીરવભાઈ ચૌધરી અને મોરબી મહાનગર પાલિકાના ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર હિમાનીબેન ત્રિવેદી દ્વારા મોરબી શહેરમાં નેહરુ ગેટ નાસ્તા ગલી તથા સનાળા રોડ ભક્તિ નગર સર્કલ પાસે ટોટલ 16 ખાધ્ય પદાર્થ ના પેઢી ની તપાસ હાથ ધરવા માં આવી. જેમાં ટોટલ 10 નમૂના લેવામાં આવ્યા જેમાં થી 8 સર્વેલન્સ સેમ્પલ તથા 2 એન્ફોર્સમેંટ સેમ્પલ લેવામાં આવ્યા.
(1)વિશ્રાંતિ ગૃહ હોટલમાંથી બટેકાનું શાક ઢોકડીનું શાક તથા સેવટમેટાનું શાકના નમૂના લેવામાં આવ્યા.
(2)શિવા પાણીપૂરીમાંથી પાણીપુરીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા
(3)વિશ્વાસ નાસ્તાહાઉસ માંથી બટેકાનું શાક, ભેળ, મીક્ષભજીયાના નમૂના લેવામાં આવ્યા
(4)ભક્તિનગર સર્કલ પાસે આવેલા BIGBOSS HOTEL માંથી પંજાબી શાકની ગ્રેવી અને દાળમના નમૂના લેવામાં આવ્યા
ફૂડ અધિકારી દ્વારા જે પણ નમૂના લેવામાં આવેલ છે તે લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવેલ છે આ નમૂના લેબોરેટરી ફેલ થસે તો FSSAI ACT.2006 અંતર્ગત કાર્યવાહી કરવા માં આવસે જેની દરેક વેપારી તકેદારી રાખવી.
આ ડ્રાઇવમાં ટોટલ 7 કિલો ચટણી અને 10 લિટર દાજયું તેલ નો હોટલ અને રેસ્ટોરન્ટ માંથી નાશ કરાયો તથા હોટેલ માં નાસ્તો આપવા માટે છાપેલા ન્યુઝ પેપર નો આશરે 15 કિલો જથાનો ફૂડ અધિકારી દ્વારા નાશ કરાયો.
આ સાથે મોરબી મહાનગરપાલિકની ફૂડ શાખા દ્વારા ટોટલ 30 પેઢીની તપાસ કરવા માં આવેલ જે માંથી લાઈસનસ અને હાઈજીન બાબતની 13 પેઢી ને નોટિસ પાઠવામાં આવી.