સૌરાષ્ટ્ર પંથકમાં તા. 19 માર્ચ 2026ના રોજ આવેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ભારે નુકશાન સર્જાયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, જેમાં તાત્કાલિક સર્વે કરી અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપવા માંગ ઉઠાવવામાં આવી છે.
મોરબી: તારીખ 19/03/2026 ના રોજ આવેલ વરસાદ અને વાવાઝોડા થી સમગ્ર સૌરાષ્ટ્ર પંથક માં ભારે તારાજી થયેલ છે. ખેડૂતોના રવિ પાકને મોટા પાયે નુકશાન થયેલ છે. તો બાગાયતી પાક જેવા કે દાડમ, લીંબુ, અને કેરી ના પાક મોટા પાયે નુકશાન થયેલ છે. તો ઘઉં, રાયડો, જીરું જેવા પાકો પણ નાશ પામેલ છે. એરંડા ના પાક ને પણ મોટું નુકશાન થયેલ છે. આ તારાજી માં ઉદ્યોગો પણ ભોગ બન્યા છે. ફેક્ટરી બિલ્ડિંગ ના છાપરા ઊડ્યા છે. અને માલ ને નુકશાન થયેલ છે. તો સોલર પેનલ પણ નાશ પામેલ છે.
તદુપરાંત છાપરામાં રહેતા ગરીબ લોકો ના છાપરા ઊડ્યા છે. તેને પણ નુકશાન થયેલ છે. તો જે લોકો એ પોતાના ઘર ઉપર સોલાર પેનલ લગાવેલ છે. તેઓ ને પણ નુકશાન થયેલ છે. આમ જોતા દરેક ને નાનું કે મોટું નુકશાન થયેલ છે. આ મંદીના સમયમાં આ નુકશાન દરેક ને હેરાન પરેશાન કરનારું છે. તેથી માગણી છે કે સરકાર દ્વારા આનું સર્વે કરવી ને જેને જેને નુકશાન થયેલ છે. તે બધા ને યોગ્ય સહાય ચૂકવવામાં આવે.