મોરબી શહેરમાં એસટી બસના ચાલકો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોરબીના રેલવે સ્ટેશન રોડ પર પર ધક્કાવાળા મેલડી માતાજીના મંદિર પાસે રોડ પર ચાલિને જતા આધેડને એસટી બસે હડફેટે લેતા આધેડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રાજપર ગામના રહેવાસી અને ખેતી કામ કરતા રમણીકભાઈ ગોપાલભાઈ મારવાણીયા (ઉ.વ.૫૨)ને એસ.ટી. બસ રજીસ્ટર નંબર -GJ-18-Z-8419 ના ચાલક વિરુદ્ધ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી એ પોતાના હવાલા વાળી એસ.ટી.બસ નંબર GJ-18-Z-8419 ના ચાલકે રેલવે સ્ટેશન રોડ પર પગે ચાલી ને મંદિર બાજુ રોડ ની સાઇડમા જતો હતો ત્યારે પાછળથી ફુલ સ્પિડમા ચલાવી ફરીયાદી ને પાછળથી ઠોકર મારતા મને માથાના ભાગે મુંઢ ઇજા તથા ડાબા પગના ઢિચણ થી ઉપર સાથળના ભાગે ફેકચર જેવી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.