મોરબી શહેરના આર્યગ્રામ સોસાયટી વિસ્તારમાં રસ્તા બાબતે થયેલા ઝઘડામાં વેપારી પર પથ્થરમારો કરી ઇજા પહોંચાડવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપનાર પાંચ શખ્સો સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટીમાં રહેતા અને વેપાર કરતાં મુકેશભાઈ ગોવિંદભાઈ પારેજીયા (ઉ.વ.૫૩) એ આરોપી ચીરાગભાઇ ધરમસીભાઇ વડસોલા, કોમલબેન જયશુખભાઇ પનારા, અલ્પાબેન ચીરાગભાઇ વડસોલા, રાકેશભાઇ કાંતીભાઇ મેરજા રહે.બધા આર્યગ્રામ સોસાયટી સનાળા ધુનડા રોડ ઉપર આવેલ ગ્રીન સીટી સોસાયટી સામે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીઓની આર્યગ્રામ સોસાયટીના ગેટ બહાર થી ફરીયાદી તથા સાથીની સનાતન ગ્રામ સોસાયટીમાનો રસ્તો જતો હોય જે રસ્તા પર ના ચાલવા દેવા માટે ના પાડી તથા બધાએ જેમ ફાવે તેમ ગાળો આપી તથા ચીરાગભાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને પથ્થરના છુટ્ટા ઘા કરી ડાબા હાથે ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.