Homeગુજરાતમોરબીમોરબી; સીસીટીવીનો વ્યૂ ન બદલતા દુકાનદારને ધમકી, બાદમાં કેમેરા તોડી નાખતા શખ્સ... મોરબી મોરબી; સીસીટીવીનો વ્યૂ ન બદલતા દુકાનદારને ધમકી, બાદમાં કેમેરા તોડી નાખતા શખ્સ સામે ગુનો દાખલ By morbisahyognews March 15, 2026 172 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે શ્રીરામ પ્લાઝા -૦૧ શોપિંગ સેન્ટર દુકાન નંબર -૩૭,૩૮ ખાતે સીસીટીવી કેમેરાનો વ્યૂ બદલવાની બાબતે થયેલા વિવાદ બાદ આરોપીએ કેમેરા તોડી નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે ગૌશાળાની સામે રહેતા કિશોરભાઈ અમૃતભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) એ આરોપી તૈયબભાઈ મિંયાણા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે શ્રીરામ પ્લાઝા -૦૧ શોપિંગ સેન્ટરમા ફરીયાદીની દુકાન નંબર -૩૭,૩૮ની બહાર બે સીસીટીવી કેમેરા કિંમત રૂપિયા ૧૦,૦૦૦ ના લગાવેલા હોય જે સીસીટીવી કેમેરાનો વ્યૂ બદલવા સારૂં આરોપીઓએ ધમકી આપેલ હોઈ અને ફરીયાદીએ સીસીટીવી કેમેરાનો વ્યૂ ન બદલતા આરોપીઓએ સીસીટીવી કેમેરા તોડી નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026