મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં એક પ્રાથમિક શાળાની શિક્ષિકાએ પોતાના પતિ સહિત સાસરીયાના કુલ 6 લોકો સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે સિધ્ધાર્થ સોસાયટીમાં હાલ માવતરને ત્યાં રહેતા અને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હેતલબેન જયકિશનભાઈ રાઠોઠ (ઉ.વ.૩૫) એ આરોપી જયકિશનભાઈ ભાણજીભાઈ રાઠોડ(પતિ) (૨)ભાણજીભાઈ શિવાભાઈ રાઠોડ(સસરા) (૩)જયાબેન ભાણજીભાઈ રાઠોડ (સાસુ) રહે. ત્રણેય મકાનનં.૬૪/૬૫, શિવશક્તિ સોસાયટી, ચોટીલા,જી.સુરેન્દ્રનગર તથા (૪)ઉપેન્દ્રભાઈ ભાણજીભાઈ રાઠોડ (દિયર) મોટી ખોમભડી,તા.નખત્રાણા જી.કચ્છનં તથા દિપીકાબેન વાઓ હરેશભાઈ પરમાર (નણંદ)(૬) હરેશભાઈ ગણેશભાઈ પરમાર(નણંદોઇ) રહે.મકાન નં ૨૦૨ સંકલ્પ એપાર્ટમેન્ટ ગાયત્રી મંદીર રોડ રાણીપ અમદાવાદવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા સાસુ, સસરા, દિયર, નણંદ તથા નણંદોઈ સહિત તમામે લગ્નજીવન દરમિયાન અવાર નવાર નાની નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે તેમજ કરિયાવર બાબતે હેરાન પરેશાન કરી દુ:ખ ત્રાસ આપી મેણાટોણા આપી તથા ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી તથા પતિએ અવાર નવાર મારકુટ કરી એક બીજાને ચડામણી કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.