ટંકારા પોલીસ સ્ટેશનના સ્ટાફે ખાનગી બાતમીના આધારે રાજવડ ગામ પાસે આવેલા સ્મશાન નજીકની વાડી બાજુની પડતર જગ્યામાં દરોડો પાડ્યો હતો. ત્યાં બાવળની કાંટમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ- ૨૧૫ સીલપેક ચપલા કિંમત રૂ. ૨૭,૯૫૦ નો મુદામાલ ઝડપી પાડયો હતો જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે રાજવડ ગામ પાસે આવેલા સ્મશાન નજીકની વાડી બાજુની પડતર જગ્યામાં દરોડો પાડ્યો હતો. ત્યાં બાવળની કાંટમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ- ૨૧૫ સીલપેક ચપલા કિંમત રૂ. ૨૭,૯૫૦ નો મુદામાલ ઝડપી પાડયો હતો જ્યારે આરોપી રાહુલભાઇ વનરાજભાઈ બાલસરા રહે. રાજાવડ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.